૨૦૧૧ ભૂલશો નહી
ઘણું બધું આ વર્ષમાં મેળવ્યું હશે
૨૦૧૨ ને દિલથી આવકારશો હવે
ઘણું બધું મેળવવાનું બાકી હશે.
ક્યાં ક્યાં શું કર્યું , શું ન કર્યું ?
કહેવા રોકાશો નહીં બધે
શું કરવું ,શું ન કરવું એ વિચારી
વારંવાર અટકી જજો.
દુ;ખ સુખની લીલા નિહાળી હશે
આગળ શું આવશે ખબર નથી.
વિચારો નેક મૂક્યાં હશે ગત વર્ષમાં
સવાલ કોઈ ઉઠ્શે નહીં આ વર્ષમાં.
સર્વ સમાન દિલથી માન્યો હશે ગત વર્ષમાં
તો આંગળી ચીંધનાર કોઈ નથી આ વર્ષમાં.
અંતરની વાત છે અંતર જાણે બધું
ઉઘાડું જોઈ જાય કોઈ સાચું ખબર નથી.
સમય સરકી રહ્યોં દોડી રહ્યોં
પાછા ફરવાને હવે ક્યાં અવસર રહ્યોં.
સરવૈયું વર્ષ , વર્ષનું આજ બધે,
મળેલી જિન્દગીમાં છતાં શૂન્યતા ભાસે.
વર્ષ આવે વર્ષ જાય ,વર્ષોથી રોજ
જિંદગીને ફરિયાદ તાઝી થાય છે
તું ઉજાણી કરે વિદાયના અંતમાં
જિન્દગી અફસોસ કરે શરુઆતમાં

આદરણીયશ્રી. કિર્તિદાબેન
ખુબ જ સુંદર બ્લોગ છે.
સરસ રચના સાથે નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ
Comment by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — January 1, 2012 @ 8:56 am |
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)
Comment by પરાર્થે સમર્પણ — January 1, 2012 @ 10:37 am |
jsca Kirtiben,
Good start of New year with pran pratishtha.Your poem is very very good, i like it.Keep writing like this. Wish you a very happy new year,and wishing for your Gnan progress in deep level.
Comment by Nayana Joshi — January 2, 2012 @ 10:17 am |