September 16, 2010
(૧) ( નજર મારી રડી પડે) (૨) (ખોજ)
મિત્રો લાંબા સમય બાદ ફરી કવિતાનો રસાસ્વાદ માણવા આમંત્રણ પાઠવું છું .
અગાઉ મૂકેલ કવિતાઓ જો ન માણી હોય તો અવશ્ય નજર ફેરવશો. પ્રતિભાવ
માટે પણ સમય ફાળવશો તો વધારે આનંદ થશે.
—————————————————————————————-
(૧) “ નજર મારી રડી પડે”
તારા ચહેરામાં ઉચાટ છે
અને મારા મનમાં કચવાટ.
વ્યથાના વમળમાં તારું દ્રષ્ટિબીન્દુ
મારા મૌનમાં મારું રૂસણું
- કોયડો બનતાં પહેલાં અટકી ગયો
મોજું અથડાયાં વિના પાછું ફર્યું
સાગરની ઊંડાઈ માપુ કે
જળના વમળને નકારું ?
-મૌન આકાશનાં પિંજરામાં હું
ફિક્કુ હસીને આસું ભિંજવું
નજર મેળવે અને નિસાસા સરી પડે
ખોબો ધરીને તું તુરત ગબડી પડે
- વ્યથિત તને જોઈ સૂર મારા રડી પડે
કોરી પાટીમાં પામું તને રંગ મારા રળી પડે
ક્યાં ભંવરમાં હું ? તારા કે મારા ?
શૂન્ય આકાશમાં નજર મારી રડી પડે
*************************************************
(૨) ( ખોજ )
લાગણીઓનાં વાદળોનાં કાળા કુંડાળા
નિચવી નિચવીને ઊલેચાયાં …
ક્ષણોમાં તોડ્યાં ક્ષણોમાં બાંધ્યાં…
મારા ને તારાના ઝોળા બૂનાયાં …
– ઊભરાયાં છલકાયાં વેરાયાં ભેગા થયાં..
કોઈ ક્ષણે ચમક્યાં ક્યારેક બૂઝાયાં ….
અથડાયાં પલ પલ ક્ષણીક ભૂસાયાં …
અવતારે અવતારે જીવ્યા મર્યા ….
-ખાલી ફોફાની જેમ ખખડીને બંધ થયાં
અંતરની ચોટ નવ ભાંગી શક્યાં …
મંદિરે મસ્જિદે રખડીને ભટકીને
અલ્લાહ કે ઈશ્વરને ન ખોળી શક્યાં
********************************
Like this:
One blogger likes this post.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a Reply
ક્યાં ભંવરમાં હું ? તારા કે મારા ?
શૂન્ય આકાશમાં નજર મારી રડી પડે
…………………………………………………….
ઊભરાયાં છલકાયાં વેરાયાં ભેગા થયાં..
કોઈ ક્ષણે ચમક્યાં ક્યારેક બૂઝાયાં ….
અથડાયાં પલ પલ ક્ષણીક ભૂસાયાં …
અવતારે અવતારે જીવ્યા મર્યા ….
કાવ્ય તત્ત્વથી દીપતી આ રચનાઓ ,આપનામાં રમતા કવિ
હ્ર્દયની સાક્ષી પૂરે છે.
આ કવિતાઓ સાચે જ નોંખી છે, અભિનંદન.
આપની રીડગુજરાતી પરની દાદાના અને આપના
બાળપણના ભાવ ઝૂલાવતી વાર્તા પણ વાંચી ને ખૂબ જ ગમી.
રમેશ પટેલ(આકાશદીપ)
ઓ દિલ મારા…રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
Comment by Ramesh Patel — September 16, 2010 @ 8:38 pm |
લાગણીસભર રચના
Comment by Bhavin vora — September 19, 2010 @ 6:09 pm |
nice rachana.after long time i read gujarati lagnisabhar poems.
good kavita.
Comment by falgun — September 20, 2010 @ 5:51 am |
good thought..
Lata Hirani
Comment by readsetu — September 20, 2010 @ 9:08 am |
Khub saras rachanaa………
Comment by jeett — September 20, 2010 @ 4:04 pm |
Jsca. really really, excellent writing.
Both of it, But i just love Khoj, cause i can feel your inner hunger in spirituality. God bless you, May your all wish full fill in real. Every day you grow spiritually high and become an inspiration for other.
With lots & lots of Love,
Nayana.
Comment by Nayana Joshi — January 20, 2011 @ 1:03 pm |
સરસ તરવરતી રચનાઓ નોંખી ભાતથી પ્રગટ થઈ છે.
રમેશ પટેલ(આકાશદીપ)
Comment by Ramesh Patel — March 28, 2011 @ 7:05 pm |
Ben kem hamna lamba time thi kai navu nathi aapta?
Comment by Manish challa — August 28, 2011 @ 12:14 am |