કીર્તિદા પરીખની રચનાઓ……

August 26, 2010

(૧) “તું” (૨) એક જ

Filed under: કાવ્ય — kirtidaparikh @ 12:23 pm

મિત્રો મારી અગાઉની બંને કવિતા આપને પસંદ પડી છે.

આશા છે આ બંને કવિતા પણ ગમશે.

પ્રથમ કવિતા ઈશ્વરને સંબોધીને લખાઈ છે.  ઇશ્વર ને પોતાની બનાવટ (માનવી) માં ભૂલ લાગે છે અને કંઈક સારું બનાવવા ઈચ્છે છે તે દર્શાવ્યું છે.

“તું”

ઊગાડ્યાં ફૂલ પત્તા  તે, બનાવી ઓશ બુંદો તે

ખૂલા ગગનના પંખી , જમી પર તે ઉતાર્યા છે.

ઊછળતા સાગરો વચ્ચે , બનાવી રેત તારી છે

સરકતી નાવડીમાં તે , જીવનની જ્યોત આપી છે.

મારામાં શ્વાસ ભર્યો તે , હવાનો ઉછ્વાસ ભર્યો તે.

ઊઘાડી ભૂખ મારી તે , બુજાવી પ્યાસ મારી તે

તારી જ રચનાને આજ તું ખોળી રહ્યો

માનવીમાં માનવીને શોધી રહ્યોં

બનાવટ તારી ભૂલ તારી બોલી રહ્યોં છે તું ,

વિશાળ આકાશમાં .. નવો આકાર શોધી રહ્યો છે તું.

——————————————————————

  સામાન્ય ભાષામાં કવિતાનો ભાવાર્થ  સુક્ષ્મ છે.

(2) એક જ

જીવનપથ પર એક ઉદાસી

એક ગગનમાં છાંવ

સાગરનો બસ એક કિનારો

એક પથ્થરમાં રામ

બચપન એક જવાની એક

એક અવસ્થા  મોટી

એક જ જીવન , એક જ મ્રૂત્યું

એક વ્યવસ્થા ખોટી

એક જ અલ્લાહ , એકજ ઈશ્વર

એક જ છે ઇન્સાન

એક જ તું .. ને એક જ હું

તો એક જ છે આકાશ( બ્રહ્માંડ)

——————————————-

(ક્યાંય ભેદભાવ કરવા જેવું નથી .ન ધર્મમાં કે ન વ્યકતિમાં

દરેકના શરીર જુદા છે. આત્મા સમાન છે.  અજ્ઞાનતા અને અણસમજથી

માનવી ભેદ પાડે છે અને પછી દુખ વહોરી લે છે.)

 

 

7 Comments »

  1. saras rachnao

    Comment by "માનવ" — August 26, 2010 @ 2:49 pm | Reply

  2. સરસ તત્વદર્શી લખ્યું છે. મનાત્મા પ્રભુમય થાય ત્યારેજ આવું કશું લખાય.
    “સાજ” મેવાડા

    Comment by Dr P A Mevada — August 27, 2010 @ 2:28 pm | Reply

  3. કીર્તિદા બહેન,
    તમારી રચના ખુબજ સરસ છે.

    તારી જ રચનાને આજ તું ખોળી રહ્યો
    માનવીમાં માનવીને શોધી રહ્યોં
    બનાવટ તારી ભૂલ તારી બોલી રહ્યોં છે તું ,

    ખુબ ખુબ આભાર.

    નિમેશ

    Comment by nimesh-Sohar — August 28, 2010 @ 6:05 am | Reply

  4. સરસ આધ્યાત્મિક અને ઉચ્ચ ગુણવત્તા ભરી કૃતિ.
    આવી રચના એ આપના સંસ્કારી વાંચન અને વિચાર શક્તિનું ફળ છે.
    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    રમાડ્યો ગોપલો…..રમેશ પટેલ(આકાશદીપ)
    નાનકડું ગામ….રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    Comment by Ramesh Patel — September 3, 2010 @ 5:52 pm | Reply

  5. “તુ” અને “એકજ” બંને કાવ્યો ગમયાં.
    “સાજ” મેવાડા

    Comment by Dr P A Mevada — October 31, 2010 @ 3:18 pm | Reply

  6. “તુ” અને “એકજ” બંને કાવ્યો ગમ્યાં.
    “સાજ” મેવાડા

    Comment by Dr P A Mevada — October 31, 2010 @ 3:19 pm | Reply

  7. જય સત ચિત આનંદ,
    કીર્તિબેન, બહું જ સરસ રચના છે. તાત્વિક દ્રષ્ટિ છલકાઈ છલકાઈ ને દેખાઈ રહી છે. બહુંજ સુંદર

    Comment by Nayana Joshi — September 19, 2011 @ 2:46 pm | Reply


RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Theme: Rubric. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.