મિત્રો ઘણાં સમય બાદ બ્લોગમાં કંઈક મૂકવાનું મન થયું છે. દુખની લાગણી સાથે જણાવું છું કે તાજેતરમાં મારા બહુજ નજીકના સ્વજનનો સ્વર્ગવાસ થયેલ છે. આ બંને કવિતા મારા વ્હાલા સ્વજનને સમર્પિત છે.
(૧) (ફરી મૄત્યું )
(જેનું મૄત્યું થયું છે એ વ્યક્તિનો આત્મા જ્યારે દેહ છોડીને જતો રહે છે ત્યારે જે શરીર ને વાચા આવે છે અને એ બોલે છે , શરીર ના અંતિમ શબ્દો કેવા લાગણી સભર હોય છે એ કલ્પના માત્ર છે.)
ફરી પાછું મૃત્યું આવી પડ્યું
સગાઓની વચ્ચે ખૂણામાં અટ્વાઈ
મહોરું મારું પડ્યું !!!!
છલકાતી આખોંમાં સ્વપ્ન
ખરી પડ્યું !!!
ઊધડેલાં લોચનમાં
નિસાસો સરી પડ્યોં
હું એજ પાત્રમાં
જ્યાં હતો ત્યાં જ છું
ટોળાની રસ્મમાં
શ્વાસ મારો અટકી ગયો
અણગમો હરપળ હતો
સુનહરી યાદો બની
વિટળાઈ વળ્યોં
મારો નિસાસો ક્ષણ બની !!!
મારું મારું શું
હું સાંભળતો રહ્યો
સગાઓના અંતર મનને
દુરબીનથી જોતો રહ્યોં
સબંધોના બારણાં
ખૂલ્યા બંધ થયા
ઊધડતા પોપડાની
રાખ હું ઉડાડતો રહ્યોં !!!
વિખરાયા વાદળ
આંશુની ભીનાશમાં
એ જોતા દિલ મારું
વારંવાર ધડકી ઉઠયું !!
પ્રેમ ધર્મની દિવાલો
જમીન થી ઉચ્ચી થઈ
તરસતા હોઠ મારા
કહેતા કહેતા રહી ગયાં
મૄત્યું મારું આવી પડ્યું
શરીર મારું વારંવાર
ભસ્મ થયું !!!
હું જ્યા છું , ત્યાં જ છું
જન્મો જન્મથી
વરંવાર મહોરુ મારું
સામે આવીને પડ્યું !!!!!!!!!!!!!!!!!!!
——————————————
( વ્યક્તિ જાણે છે ખરો ? પોતાની ગેરહાજરી પોતાના નજીકના સ્વજ્નો ને કેટલી દુખદાયી થઈ પડે છે. હવે એ જે દર્દ અનુભવે છે ત્યારે એ તસ્વીર બનીને રડી પડે છે.)
(૨) ( બોલતી તસ્વીર)
તારા હાથમાં તસ્વીર મારી લીધી ત્યાં
નજર મારી ઘૂમી રહી તમ મુખ માં
આંખ મારી હસતી રહી સદા
એ હાસ્ય સાથે
તું હશે છે કે રડે છે ? નજર કરી તમ આંખોમાં
ત્યાંજ !
તારી આંખો માંથી બિન્દુ બે પડ્યાં
ગાલને ભીંજવી રહ્યાં એ અશ્રૂબિન્દુ
હળવેથી ભીંજાઈ પાપણ તારી ત્યાં
કંઈ સાદ પડ્યોં તુજને
એ આસુંઓને પાડવાને બદલે તું
પી ગઈ જાણે ઝળાહળ જેર તું
અને ત્યાંજ !!!!!!
મારું મુખ મેં ફેરવ્યું હાયરે !!!!!
તારા નસીબમાં હાસ્ય દીઠું ક્યારેયના
દિલનાં વહેણને રોકવું તારે પડે
એ જખ્મને દફનાવવું તારે પડે
એક હાયકારો નીકળી ગયો મમ મુખ થી
હાય ! હાય! કેવા વિખૂટા પડ્યાં
અને ત્યાં જ ! મારી તસ્વીર ને મૂકી
દોડી ગઈ “માં” સાદની શોધમાં
હું હતો ત્યાં આવી ગયો અંધકાર માં
એજ રૂમ ,એજ ટેબલ પર મને
છોડી ગઈ ત્યાં
તારી સ્મૄતિમાં
મારી આંખો માંથી બિન્દુ બે પડ્યાં
—————————————— .———————————————————————

બહુ જ સરસ રચના છે…….ખાસ તો જયારે વ્હાલા સ્વજન નું મૃત્યુ થાય તેવા સજોગો માં લાગણીસભર અસર કરે તેવી છે….આભાર……
Comment by Nitin — July 28, 2010 @ 6:37 am |
લાગણીસભર રચના
Comment by Sagar Ramolia — July 28, 2010 @ 7:54 pm |
તમારા બ્લોગમાં સૌ પ્રથમ વખત જ મુલાકાત લીધી છે,
મૃત્યુ પર ની રચના સરસ અને હૃદય સ્પર્શી છે…
આપ અમારાં બ્લોગ ની જરુરથી મુલાકાત એક વખત લેશો…
‘દાદીમાની પોટલી’ http://das.desais.net
અન્ય અમારાં બ્લોગ..
સ્વરચિત કાવ્યનો બ્લોગ… ‘કાકુ’ kaku.desais.net
મૌલિક વિચારો નો અન્ય બ્લોગ…madhav.in
આભાર
Comment by Ashokkumar Desai — July 30, 2010 @ 12:50 pm |
Good I am so Heppy your Ridig oll the bust
j pandit
Comment by jitendera pandit — August 1, 2010 @ 4:44 pm |
Really good,
Hat off your nice thinking.
All the Best
Nimesh(Sohar)
Comment by Nimesh — August 3, 2010 @ 9:40 am |
just i lost my mother on 5th august 2010.
thanks for your email
regards
dr sudhir shah na vandan
http://www.drsudhirshah.wordpress.com
http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
Comment by Dr Sudhir Shah — August 12, 2010 @ 5:20 am |
બહુ જ સરસ રચના છે……..હૃદય સ્પર્શી છે…
Comment by Ajit Desai — September 20, 2010 @ 1:44 am |
Read this again after such a long time……in rememberance of him!
vaishali
Comment by vaishali — September 14, 2011 @ 4:13 am |