( આપણું આખું જીવન સમાજ ની લોક સંજ્ઞા પર આધારિત હોય છે. એ દર્શાવવાનો એક પ્રયત્ન કર્યો છે. સમાજની અંદર રહીને સમાજ્થી અલગ જીવી શકાય કે નહી ? વિચારવા યોગ્ય ખરુ. તો જાણો મારી કવિતા “સમાજ”)
હું મને ઓળખું તો કેવું સારુ ?
પણ હું માત્ર વળગી રહી છું
સમાજ અને સમાજની વ્યવસ્થાને!!
ફેરા ફરુ છું જન્મથી મૄત્યુ સુધી
પરંતુ પામુ છું શું અને કેટ્લું ?
સમાજ અને સમાજના અરીસાથી!!
મારી લાગણી મારી સમજ
વસમી લાગેછે કેવી મને?
સમાજ અને સમાજના દાયરાથી!!
મારી ઉડાન મારા ખયાલો
ભસ્મ કેવા થઈ જાય છે?
સમાજ અને સમાજના રિતિરિવાજોથી !!
મારો વિશ્વાસ મારો સન્યાસ
ક્યાં ક્યાં અટકી જાય છે ?
સમાજ અને સમાજની પરંપરાથી !!
મારું હોવું મારું અસ્તિત્વ
વારંવાર કેવું ચગદાય જાય છે ?
સમાજ અને સમાજના પાખંડથી !!
હું જીવુ છું સમાજ ,મરુ છું સમાજ
અદ્રશ્ય કેમ થઈ થઈ જાઉ છું ?
સમાજ અને સમાજના સામાજીકરણથી !!

બેના,
માનવી સામાજિક પ્રાણી છે.એટલે બધું સમાજમાં સંસાર માં રહીને કરવાનું.સન્યાસ પણ સમાજ માં રહીને, યોગ પણ સમાજ માં રહીને,ભક્તિ,મોક્ષ બધું અહી રહીનેજ.આ ખોટા બાવાઓ ભાગી જાય છે.ખાલી જાગી જતા હોય તો બહુ છે.ના જાગેલા ભાગીને જ્યાં જાય ત્યાં નવો સમાજ ઉભો કરે છે.આપનું કાવ્ય ફિલોસોફી થી ભરેલું છે.પણ એકદમ સરળ ભાષા માં.સરસ છે.
Comment by Bhupendrasinh Raol — February 15, 2010 @ 2:18 pm |
કીર્તીદા બેન, નમસ્કાર ,..મને આવા કાવ્ય ગમે છે અને સરજક પણ જેમાં એક શોધ અને સચ્ચાઇનો રણકો ક્લ્પનાથી વિષેષ હોય અને વાહ્વાહની ચાહથી પરે હોય..વ્યક્તિ અને સમાજ આમ બે પાસા લેતા આખરે સમાજ વ્યક્તિને જોડાતાં જે સમૂહ થાય તે જ ..સન્સ્કૃતમાં વ્યાખ્યા છે..’સમજ નામ પશૂના સંઘ’ કોઇને પણ અચરજ થાય તેવો અર્થ છે કે પશૂઓનું ટોળું એટલે સમજ પણ તેમાં અકાર ઉમેરાય અને સમજણ ઉમેરાય તો સમાજ બની શકે…અ કારો વાસુદેવસ્ય..તેમાથી દેવત્વ જાય તો માત્ર પશુઓનું ટોળૂ બની રહે…અને મોટેભાગે તો આપણને ટોળાશાહી બધુ લાગશે જે કશું સમજ્યા વિના રીત કે રિવાજ પાળે રાખે…ગતાનુગતિક લોક ન લોક પાર્માર્થિક
હવે વ્યક્તિ…ગમે તેટલી ભીડ્માં પણ આપણે આપણા અંતઃકરણ સાથે આત્મા સાથે જોડાયેલા હોઇએ છીએ..માટે ભરી ભીડ્માંય એકલવાયું લાગે..તે પછી ધન હોય મોટુ ઘર હોય એકલતાનો અનુભવ રહે જ છે..આજ દર્શાવે કે મને એક વ્યક્તિ તરીકે સ્વતન્ત્ર અસ્તિત્વ છે..અને તો જ વિકાસનો અર્થ રહે કે આધ્યાત્મિક વિકાસ ત્યારે જ શક્ય બને ..ખરેખર તો બદલ વ્યક્તિમાં જ શક્ય છે..માણસે સમાજ્ને છોડી પોતામા ડૂબવુ પડે છે. દુનિયાને ભુલવી પડે છે…તે માટે જ ધ્યાન પ્રાર્થના એકાન્ત સેવન કે નિદ્રા છે…હું છું નો પ્તથમ અનુભવ થાય છે પછી તું છે અને સમાજ છે નો અનુભવ..બરાબરને ? બન્ને માં રહેવાનું જિવવાનું અને સામતોલપન રાખવાનું કે સમાજથી મારી વ્યક્તિમત્તા ખોવાય ન જાય અને વ્યક્તિવાદમાં સમાજ કે બીજાનો વિચાર કે સહવાસ પણ ન જાય તે જરુરી છે..બન્ને નો સમન્વય જરુરી…એક કહે હુ સમાજ માટે મરી જઈશ..બીજૉ કહે હુ મારા આત્મા માટે મરી જઈશ સમાજ્કી ઐસી કી તૈસી..બન્ને અયોગ્ય..હૂ પણ અને તુ પણ..વ્યક્તિ પણ અને સમાજ પણ.. દ્વૈત અને અદ્વૈત આ સમજ્ણ સેતુ બની રહે..બસ..ઘણુ લખ્યા પછી મારે જે કહેવાનું હતું તે કહેવાયું…અસ્તુ..
Comment by Dilip Gajjar — February 15, 2010 @ 7:16 pm |
મારું હોવું મારું અસ્તિત્વ
વારંવાર કેવું ચગદાય જાય છે ?
સમાજ અને સમાજના પાખંડથી !!
True and a fact that really superseeds the aspirations and vision of a person most of the times…
Very well conceived thought,
“હું જીવુ છું સમાજ ,મરુ છું સમાજ”
Nice one
Comment by Jignesh Adhyaru — February 16, 2010 @ 4:08 am |
Good, keep it up
Comment by Suresh Limbachiya — February 16, 2010 @ 8:24 am |
હું જ મને શોધી ન શક્યો
મને જ ઓળખી ન શક્યો
જિંદગી વીતી જે શોધતા
હતું મુજમાં,પામી ન શક્યો!
મારી વાત કોણ માનશે?
જ્યારે હું જ માની ન શક્યો.
અક્કડ રહ્યો મારી વાતમાં
તુટી ગયો,હું નમી ન શક્યો
જીવી ગયો જેમ જીવાય એમ
જીવનને મારા, હું ગમી ન શક્યો
કિર્તીદાબેન,
આપને કોણ છીએ? ?
શા માટે છીએ? ?
સવાલ એવા ઊઠતા રહે જ છે રોજ રોજ.
આપણે આપણા માટે કેટલું જીવએ છીએ?
સવાલો ક્યારે ઉત્તર વિના કુંવારા રહેવા જ જન્મતા રહે છે.
સવાલ એક રહે ને ઉત્તર બદલાતા રહે એવું કેમ થાય છે?
સમાજે આપણને આપવા કરતાં આપણી પાસે ઘણી જ અપેક્ષા સેવી છે.
આપણે ઊણા નથી ઉતરતા ત્યારે સમાજ ઉતારે છે.
સમાજ માણસે જ બનાવેલ છે પણ, તારા જ બનાવેલ તને બનાવે છે એવું બનતું આવ્યું છે.
કેમ?
કેટલા પ્રશ્નો કુંવારા જ રહે છે. છેને?
Comment by નટવર મહેતા — February 18, 2010 @ 1:33 pm |
Very good dialog with self.
Comment by Suresh Jani — March 14, 2010 @ 3:56 am |
કિર્તીદાબેન,
Good Rachana
Comment by Ajit Desai — August 9, 2010 @ 5:06 am |
ખુબજ સરસ રચના
Comment by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — October 27, 2011 @ 12:06 pm |