અદ્ર્શ્ય સમય ખળભળી ઉઠ્યો
મૌનને ક્યાં ખબર હતી .
મારા અંતરની વાત કોઇ શું જાણે .
મને પણ કયાં ખબર હતી .
વાવ્યાંતા ખેતરો બધે ભરપૂર
લણવાનું ક્યાં ખબર નથી .
મહેલો ચણીને થાકી ગયા
નજર ક્યાં માંડવી ખબર નથી .
સંઘરી સંઘરીને ભેગું કર્યું .
વાપરવું ક્યાં ખબર નથી .
આશાઓના પોટલા બાધ્યાં
ગાંઠોં ઉકેલવાની ખબર નથી .
જીવન આખું આગળ ચાલ્યું.
અટકવાની ખબર નથી.
સારું નરસું ત્રાજવે તોલ્યું
પોતાની સહેજે ઓળખ નથી
ખબર નથી , ખબર નથી
શરુઆત કે અંતની ખબર નથી.
ખબર નથી , ખબર નથી
પ્રશ્નાર્થ કે સરવાળાની ખબર નથી.
